અમદાવાદઃ રેસ્ટોરન્ટ અથવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતી વખતે ઘણી વખત લોકોને કડવા અનુભવોનો સામનો કરવો પડે છે. આવું જ કંઇક બન્યું છે અમદાવાદમાં, નિરાલી પરમાર નામની યુવતીને ઓનલાઇન રેસ્ટોરન્ટમાંથી પનીર ટિક્કા સેન્ડવીચ મંગાવી હતી, તેના બદલે તેને ચીકન સેન્ડવિચ આપવામાં આવી હતી. જ્યારે નિરાલીએ સેન્ડવીચ ખાધી ત્યારે તેને ખબર પડી કે તેને નોન-વેજ સેન્ડવીચ આપી દેવામાં આવી છે. જે બાદ યુવતીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી.
ફરિયાદ મુજબ, નિરાલીએ 3 મેના રોજ ઝોમેટોમાંથી વેજીટેબલ ફૂડ મંગાવ્યું હતું, જ્યારે તે સાયન્સ સિટીમાં તેની ઓફિસમાં હતી. નિરાલીએ પીકઅપ મીલ્સ બાય ટેરા નામની ફૂડ ચેઇનમાંથી પનીર ટિક્કા સેન્ડવીચનો ઓર્ડર આપ્યો હતો, પરંતુ નોન-વેજ ફૂડ ચિકન સેન્ડવીચ તેને પહોંચાડવામાં આવી હતી.
સેન્ડવીચ ખાવા પર શંકા
શરૂઆતમાં નિરાલીને સમજાયું નહીં કે તેને જે ડિલિવરી કરવામાં આવી હતી તે ચિકન સેન્ડવીચ હતી. જ્યારે નિરાલીએ સેન્ડવીચ ખાવાનું શરૂ કર્યું ત્યારે તેને સમજાયું કે ચીઝ ખૂબ જ નક્કર છે. જ્યારે તેને શંકા ગઇ અને તેને સેન્ડવીચ ખોલીને જોઇ તો તે ચિકન સેન્ડવીચ હતી. નિરાલીએ ચિકન સેન્ડવીચનો કેટલોક ભાગ ખાઈ લીધો હતો.
રૂપિયા 50 લાખના વળતરની માંગ
નિરાલીએ ફરિયાદમાં કહ્યું છે કે તે શાકાહારી છે. તેને જીવનમાં ક્યારેય નોન-વેજ ખાધું નથી. નિરાલીએ રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને 50 લાખ રૂપિયાના વળતરની પણ માંગ કરી છે. આ ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ ઓફિસરે જણાવ્યું કે, વેજીટેબલ ફૂડનો ઓર્ડર આપ્યા બાદ નોન-વેજ ફૂડ ડિલિવરી કરવામાં આવી હોવાની ફરિયાદ યુવતી તરફથી મળી છે. કેસની તપાસ ચાલી રહી છે. જો કોઈ ભૂલ જણાશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/