વોંશિગ્ટનઃ અમેરિકામાં ગુજરાતી મૂળની ટેલિકોમ કંપનીના સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ પર $500 મિલિયન (રૂ. 4,000 કરોડથી વધુ) નાં મોટા નાંણાકીય કૌભાંડનો આરોપ છે. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલ મુજબ, બ્રહ્મભટ્ટે ખોટા ગ્રાહક ખાતા અને આવક દસ્તાવેજો બનાવીને યુએસ બેંકો પાસેથી મોટી લોન મેળવી હતી.
બ્રહ્મભટ્ટ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઇસ નામની કંપનીઓના માલિક છે. તેમણે ઘણા રોકાણકારોને એવું માનીને ગેરમાર્ગે દોર્યા કે તેમના વ્યવસાયોમાં મજબૂત આવક અને ગ્રાહક આધાર છે, જ્યારે વાસ્તવમાં અસ્તિત્વમાં ન હોય તેવા ગ્રાહકો અને કાલ્પનિક વ્યવહારો પર આધારિત હતા.
આ કૌભાંડમાં અગ્રણી રોકાણ કંપની HPS ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનર્સ અને વૈશ્વિક એસેટ મેનેજમેન્ટ જાયન્ટ બ્લેકરોક દ્વારા સમર્થિત ભંડોળનો પણ સમાવેશ થાય છે. ઓગસ્ટ 2024 માં લેણદારોએ દાવો દાખલ કર્યો હતો કે બ્રહ્મભટ્ટે લોન ગેરંટી તરીકે અસ્તિત્વમાં ન હોય તેવા આવક સ્ત્રોતોનું વચન આપ્યું હતું.
કંપનીને 2020 થી લોન મળી રહી હતી
HPS એ સપ્ટેમ્બર 2020 માં બ્રહ્મભટ્ટની એક કંપનીને લોન આપવાનું શરૂ કર્યું. આ રકમ ધીમે ધીમે વધીને 2021 ની શરૂઆતમાં $385 મિલિયન અને ઓગસ્ટ 2024 સુધીમાં $430 મિલિયન થઈ ગઈ હતી. આમાંથી લગભગ અડધી લોન BNP Paribas બેંક દ્વારા ધિરાણ કરવામાં આવી હતી.
અહેવાલ મુજબ, જ્યારે પત્રકારો ન્યૂયોર્કના ગાર્ડન સિટીમાં તેમની ઓફિસ પહોંચ્યાં, ત્યારે ત્યાં તાળું મારેલું હતું. પડોશીઓએ કહ્યું કે ઘણા અઠવાડિયાથી ત્યાં કોઈ જોવા મળ્યું નથી. બ્રહ્મભટ્ટ અમેરિકા છોડીને ફરાર થયા હોવાની શક્યતા છે. જો કે તેમના વકીલે બધા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં છે, આ મામલે હવે તપાસ શરૂ થઇ ગઇ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++