સુરત એરપોર્ટ પર ફરીથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, ત્રણ આરોપીઓની ધરપકડ

04:15 PM Mar 21, 2026 | gujaratpost

અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી નશીલો પદાર્થ ઝડપાયો હતો

ફરીથી ગાંજાના પેકેજ જપ્ત કરવામાં આવ્યાં 

સુરતઃ ફરી એક વખત સુરત એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો છે, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં આ ગાંજો લાવવામાં આવ્યો હતો. કસ્ટમ વિભાગે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરાઇ છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હીથી સુરત આવી હતી, તપાસ દરમિયાન અધિકારીઓએ અંદાજે 972.20 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો કબ્જે કર્યો હતો. આરોપીઓ પાસેથી 7 પેકેટ મળ્યાં હતા 
 
કસ્ટમ વિભાગ દ્વારા આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગાંજાની બજાર કિંમત કરોડો રૂપિયામાં છે. કસ્ટમ અને અન્ય એજન્સીઓ દ્વારા આ મામલે વધુ તપાસ કરાઇ રહી છે, આ ગાંજાનો જથ્થો ક્યાં લઇ જવામાં આવ્યો હતો તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.