+

અમદાવાદમાં વીજળીના ચમકારા અને વાદળોના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ પડ્યો

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું.  શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અં

અમદાવાદઃ શહેરમાં મોડી રાત્રે વીજળીના ચમકારા અને વાદળોના ગડગડાટ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. લગભગ બે કલાકથી વધારે સમય સુધી વરસાદનું જોર રહ્યું હતું.  શહેરના રોડ-રસ્તા પર પાણી ફરી વળ્યા છે. અનેક અંડરપાસમાં પાણી ભરાયા છે. નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે.

અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળદાર વરસાદ પડી શકે છે. કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 18 જૂન થી 24 જૂન સુધી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાંજે 7 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ અને 41-61 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદને લઈને રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter