Elections 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય પારો ઉંચકાઈ રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. આ યાદીમાં ઘણા ખેલાડીઓ પણ સામેલ છે. કોંગ્રેસે જુલાના વિધાનસભા બેઠક પરથી રેસલર વિનેશ ફોગાટને મેદાનમાં ઉતાર્યા છે. હવે ફોગાટે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.
એક યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં વિનેશ ફોગાટે કહ્યું કે, જ્યારે મને પેરિસ ઓલિમ્પિકમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી ત્યારે પીટી ઉષા મેમ મને હોસ્પિટલમાં મળવા આવ્યાં હતા. પરંતુ તેમણે ન તો મારી સાથે ખાસ વાત કરી ન હતી. તમે જાણો છો કે રાજકારણમાં પડદા પાછળ અને સામે ઘણું બધું થાય છે. તેથી ત્યાં પણ રાજકારણ થયું છે. તેથી જ મારું દિલ તૂટી ગયું હતું, ઘણા લોકો મને કુસ્તી ન છોડવાનું કહેતા હતા.
આજે દરેક જગ્યાએ રાજકારણ ચાલી રહ્યું છે. હું હોસ્પિટલમાં હતી, પલંગ પર પડી હતી ત્યારે મને ખબર ન હતી કે આગળ શું થશે. તે મારા જીવનના સૌથી ખરાબ દિવસોમાંનો એક હતો. તમે (પીટી ઉષા) ત્યાં આવો અને મને જાણ કર્યાં વિના મારી સાથે ફોટો ક્લિક કરો, પછી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો અને લખો કે અમે તમારી સાથે છીએ. આ માત્ર રાજકારણ હતું બીજું કંઈ નહીં.
હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને લઈને ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કુસ્તીબાજો બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ 6 સપ્ટેમ્બરે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાતા પહેલા બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટે પણ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. બંને કુસ્તીબાજો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મળ્યાં હતા. કોંગ્રેસ પાર્ટીમાં તેમનું સ્વાગત કરતા ખડગેએ કહ્યું હતું કે ચક દે ઈન્ડિયા, ચક દે હરિયાણા !
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/