ચંડીગઢઃ હરિયાણા પોલીસ વિભાગના IPS વાય.એસ.પૂરણે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના સેક્ટર 11 માં બની હતી. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ નથી. ઘટનાની માહિતી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી.
મૃતકના પત્ની એક IAS અધિકારી છે હાલમાં મુખ્યમંત્રી નાયબ સૈની સાથે અધિકારીઓના પ્રતિનિધિમંડળમાં જાપાનના પ્રવાસે છે. ઘટના સ્થળે એડીજીપી પૂરણ પાસે કોઈ સ્યૂસાઇડ નોટ મળી નથી. પોલીસ અધિકારીઓ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહ્યાં છે.
ADGP વાય એસ પૂરણની આત્મહત્યાથી સનસની
આ ઘટનાથી પોલીસ વિભાગ અને રાજ્ય વહીવટીતંત્રમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. એડીજીપી પૂરણ તેમના કાર્ય અને પ્રામાણિકતા માટે જાણીતા હતા. IPS વાય. પૂરણ કુમાર હરિયાણા 2001 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી છે. વાય.એસ.પૂરણે સોમવારે પોતાના ગનમેન પાસેથી પિસ્તોલ લીધા બાદ આત્મહત્યા કરી હતી. મંગળવારે તેઓ બેઝમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતા. પૂરણ કુમાર હરિયાણા કેડરના એક આદરણીય અધિકારી હતા અને તેમની કારકિર્દી દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યાં હતા.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો
એડિશનલ પોલીસ કમિશનર પૂરણના પત્ની અમનીત પી. કુમાર, હરિયાણા કેડરના 2001 બેચના આઇએએસ અધિકારી છે. તેમણે નાગરિક ઉડ્ડયન અને ભવિષ્ય નિધિ વિભાગના કમિશનર અને સચિવ તરીકે સેવા આપી હતી. તેમને વિદેશી સહયોગનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/