મહિસાગર, ખેડા, આણંદમાં ધોધમાર વરસાદ
મોરબીનો મચ્છુ ડેમ ઓવર ફ્લો થયો
ડીપ ડિપ્રેશન ગુજરાતમાં પશ્ચિમ-દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યું છે
આગામી બે દિવસ કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
વડોદરાઃ રાજ્યમાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, સુરત અને અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે, મકાનો અને દુકાનો પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, વિશ્વામિત્રી નદીમાં પુરની સ્થિતી ઉભી થઇ છે, પાણીની આવક વધતા શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
બીજી તરફ સુરત, અમદાવાદ, રાજકોટમાં પણ સ્થિતી કફોડી બની છે, ઠેર ઠેર પાણી ભરાયા છે, વાહન વ્યવહાર અને ટ્રેન વ્યવહાર પર તેની અસર દેખાઇ રહી છે, સ્કૂલો અને કોલેજો બંધ કરવી પડી છે, વેપાર-ધંધા પર ભારે વરસાદની અસર થઇ છે.
વરસાદને કારણે અનેક કાર પાણીમાં ગરકાવ
વડોદરામાં લાખો રૂપિયાનું નુકસાન
હવામાન વિભાગે હજુ પણ આગામી બે દિવસ રાજ્યના અનેક વિસ્તોરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરાઇ છે, રાજ્ય સરકાર પણ સ્થિતી પર નજર રાખી રહી છે, સીએમ ભૂપેન્દ્ર પટેલ કલેક્ટરો સાથે વાત કરી છે અને સ્થિતીની સમીક્ષા કરી છે.
વરસાદની કારણે ગુજરાતમાં ખેડા, વડોદરા, આણંદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં કૂલ 7 લોકોની મોતના અહેવાલ સામે આવ્યાં છે.
સાથે જ મોરબી, બોટાદ, અરવલ્લી, પંચમહાલ, વલસાડ, વડોદરા, ભરૂચમાં કૂલ 7000 જેટલા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતી ઉભી થઇ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/