મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, બાદમાં સીએમ સિવાયના મંત્રીઓએ સામૂહિક રાજીનામાં આપ્યાં
નવી કેબિનેટમાં નાયબ મુખ્યપ્રધાનનું પદ હોવાની ચર્ચાઓ
બિહાર પ્રવાસને પગલે ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ્
ગાંધીનગરઃ ગુજરાતને હવે માત્ર કલાકોમાં જ નવી કેબિનેટ મળવા જઇ રહી છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા આપી દીધી છે અને હવે રાહ જોવાઇ રહી છે નવા મંત્રીમંડળના ચહેરાઓની, બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદ પહોંચ્યાં છે અને તેઓ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરીને નવા મંત્રીમંડળના નામો પર ચર્ચા પણ કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ દેવવ્રતજી આચાર્યને મળીને નવા શપથ લેનારા સભ્યોના નામો સોંપશે, તો સ્વર્ણિમ સંકુલમાં કેટલાક મંત્રીઓના કાર્યાલય પણ ખાલી કરવામાં આવી રહ્યાં છે, હવે આ કેબિનો નવા મંત્રીઓને સિનિયોરિટી મુજબ ફાળવવામાં આવશે. સવારે 11.30 કલાક મહાત્મા મંદિરમાં નવી કેબિનેટની શપથવિધી યોજવામાં આવશે, જ્યાં ઉચ્ચે નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ હાજરી આપશે.
નવી ટીમમાં આ નેતાઓને મળી શકે છે મંત્રી પદ
જયેશ રાદડીયા, અર્જુન મોઢવાડીયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, હીરા સોલંકી, કેયુર રોકડીયા, સંજય કોરડીયા, સંગીતા પાટીલ, રીવાબા જાડેજા, પ્રધ્યુમન વાઝા, શંકર ચૌધરી, કુંવરજી બાવળીયા, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ.