બગદાણા બબાલના પીડિત નવનીત બાલધિયા જોડાયા કોંગ્રેસમાં

07:26 PM Apr 03, 2026 | gujaratpost

અમિત ચાવડાએ ખેસ પહેરાવી કર્યું સ્વાગત

અમદાવાદ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સાથે જ નવા સમીકરણો સામે આવી રહ્યાં છે. માયાભાઈ આહિરના પુત્રના સાથીઓએ જેમના પર હુમલો કર્યો હતો તે બગદાણાના સેવક નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા છે. ઉપરાંત આમ આદમી પાર્ટીના નેતાઓ પણ કોંગ્રેસમાં સામેલ થયા છે. 

ભાજપ અને આપના સંગઠનમાં ગાબડાં પાડી કોંગ્રેસ પોતાનું સંખ્યાબળ વધારી રહી છે, જે અંતર્ગત આમ આદમી પાર્ટીના અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ તેમનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતુ.

અમિત ચાવડાએ જણાવ્યું કે, જનતાના પ્રશ્નો ઉઠાવવા માટે કોંગ્રેસે હંમેશા મજબૂત મંચ પૂરું પાડે છે અને આ નેતાઓના જોડાવાથી પક્ષ વધુ મજબૂત થશે. આમ આદમી પાર્ટીના સંગઠન માળખામાંથી એકસાથે અનેક મોટા માથાઓએ પંજો પકડ્યો છે.

સ્થાનિક સ્તરે આપના આ મજબૂત ગણાતા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જતા આગામી સમયમાં અનેક બેઠકો પર રાજકીય સમીકરણો બદલાશે તે ચોક્કસ છે.