+

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો: ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ, ઓવૈસીની એન્ટ્રી

કોંગ્રેસ આવતીકાલે પ્રથમ લિસ્ટ જાહેર કરશે ભાજપ હવે ઝાડુથી ડરી રહી છેઃ ગોપાલ ઈટાલીયા ભાજપને સપનામાં કેજરીવાલ-સાવરણો દેખાય છેઃ ગોપાલ અમદાવાદઃ ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરા

  • કોંગ્રેસ આવતીકાલે પ્રથમ લિસ્ટ જાહેર કરશે
  • ભાજપ હવે ઝાડુથી ડરી રહી છેઃ ગોપાલ ઈટાલીયા
  • ભાજપને સપનામાં કેજરીવાલ-સાવરણો દેખાય છેઃ ગોપાલ

અમદાવાદઃ ગુજરાતમાં આગામી 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને પંચાયતોની કુલ 10,005 બેઠકો માટે તમામ પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.

અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે AICCના સહ-પ્રભારીઓની હાજરીમાં ઉમેદવારો નક્કી કરવા બેઠકોનો દોર શરૂ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટ મનપા માટે 20 ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરી દેવામાં આવી છે. આવતીકાલથી કોંગ્રેસનું પ્રથમ લિસ્ટ જાહેર થવાની શક્યતા છે.

'આપ' દ્વારા ઉમેદવારોની બે યાદી જાહેર કરી દેવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપ હવે ઝાડુથી ડરી રહી છે અને છેલ્લા 20 દિવસમાં કાર્યકરો પર અનેક ખોટી FIR કરવામાં આવી છે.

અસદુદ્દીન ઓવૈસી આજે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ભાજપ કાર્યાલયની સામે જાહેર સભા સંબોધીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે, જેનાથી સમીકરણો બદલાવાની શક્યતા છે.

આ દરમિયાન અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપને 48 વોર્ડની 192 બેઠક માટે કુલ 2364 બાયોડેટા મળ્યા છે. જેમાં 1034 મહિલા અને 1330 પુરુષ કાર્યકર્તાઓએ દાવેદારી કરી છે. સૌથી વધારે નિકોલ વોર્ડમાં 95 દાવેદાર છે જ્યારે સૌથી ઓછા મકતમપુરા વોર્ડમાં માત્ર 16 દાવેદારો છે.

facebook twitter