રાજ્યના 5 લાખ કર્મચારીઓને લાભ મળશે
6000 કિ.મીની મર્યાદામાં લઈ શકાશે લાભ
Vande Bharat: ગુજરાત સરકારે તેના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. જેનો લાભ 5 લાખ જેટલા સરકારી કર્મચારીઓને થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને દર ચાર વર્ષે એલ.ટી.સી (લિવ ટ્રાવેલ કન્સેશન)/વતન પ્રવાસનો લાભ 6000 કિ.મી.ની મર્યાદામાં આપવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા આવા પ્રવાસ અન્વયે ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં આવતી હોય છે. જેની મુખ્યમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્મચારીઓના હિતમાં આ સંદર્ભમાં ઉદાર વલણ અપનાવીને એલ.ટી.સી. બ્લોક-2020-23ની શરૂઆતથી રજા, પ્રવાસ, રાહત માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીનો પણ સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારનાં પાંચ લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહત દરમિયાન આ નિર્ણયનો લાભ મળશે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526