એપીએમસી અને એનજીઓનાં નામે ખોલાવતા હતા બેંક ખાતા
બેંકના અધિકારીઓની સંડોવણીની તપાસ જરૂરી
ગાંધીનગરઃ રાજ્મમાં કદાચ અત્યાર સુધીનું સૌથી મોટું સાઇબર ફ્રોડ ઝડપાયું છે, જેમાં આરોપીઓએ 100 બેંક એકાઉન્ટમાંથી દુબઇ 200 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત સાઇબર ક્રાઇમે 6 આરોપીઓની ધરપકડ કરી છે, આ શખ્સોએ 300 જેટલા ગુનાઓને અંજામ આપ્યો છે અને કરોડો રૂપિયાની ઠગાઇ હતી
ગેંગે દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ડિજિટલ એરેસ્ટ, પાર્ટ ટાઈમ જોબ અને ફાઈનાન્સિયલ લાલચના નામે આ કૌભાંડ આચર્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઇલ અને જુદા જુદા સીમકાર્ડ જપ્ત કર્યાં છે. મ્યુલ એકાઉન્ટથી આરોપીઓ રૂપિયા દુબઇ ટ્રાન્સફર કરતા હતા.
આ રહ્યાં આરોપીઓનાં નામો
    - મહેન્દ્ર સોલંકી, મોરબી
    - રૂપેન ભાટિયા, મોરબી
    - રાકેશ લાણીયા, સુરેન્દ્રનગર
    - રાકેશ દેકાવાડીયા, સુરેન્દ્રનગર
    - વિજય ખાંભલ્યા, સુરત
    - પંકજ કથિરીયા, સુરત મૂળ સાવરકુંડલા
આરોપી અલગ-અલગ બેંકોમાં મ્યુલ એકાઉન્ટ ખોલાવતા હતા. જેમાં નાગરિકો પાસેથી ઠગાયેલા નાણાં જમા થતા હતા. આ નાણાંને ચેક વિડ્રોલ, ATM વિડ્રોલ, ઓનલાઈન એપ્સ અથવા ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન દ્વારા, રોકડ અથવા તો ક્રિપ્ટો કરન્સીમાં ફેરવી નાખતા હતા અને દુબઇમાં બેઠેલા સાઇબર માફિયાઓ સુધી રૂપિયા પહોંચાડતા હતા.