+

કોંગ્રેસે કિરીટ પટેલને દંડક બનાવીને ભાજપમાં જવાનો માર્ગ મોકળો કરી આપ્યો ? જાણો કેમ થઈ રહી છે આવી ચર્ચા- Gujarat Post

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપથી નારાજ નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે ડો. કિરીટ પટેલને દંડક બનાવતા વિધાનસભામાં ગજબની ચર્ચાએ જોર પકડ્યું છે. ધારાસભ્યો, અધિ

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આપથી નારાજ નેતાઓ, કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે ડો. કિરીટ પટેલને દંડક બનાવતા વિધાનસભામાં ગજબની ચર્ચાએ જોર પકડ્યું છે. ધારાસભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ કિરીટ પટેલની ભાજપમાં જવાની વાતો કરી રહ્યાં છે. કોંગ્રેસે કિરીટ પટેલને દંડક બનાવીને ભાજપમાં જવાનો રસ્તો બનાવ્યો કે બંધ કર્યો ? તેવી ચર્ચાઓ થઈ રહી છે.

ગુજરાત કોંગ્રેસના તાજેતરના ભૂતકાળ પર નજર કરીએ તો કોંગ્રેસ વિધાનસભા દળના 3 દંડક બનતાની સાથે ભાજપમાં જતા રહ્યાં હતા. બળવંતસિંહ રાજપૂત વિધાનસભામાં કોંગ્રેસના દંડક બન્યા બાદ ભાજપમાં ગયા હતા, અશ્વિન કોટવાલ પણ વિધાનસભામાં કોંગ્રેસના દંડક બન્યાં બાદ જ ભાજપમાં ગયા અને થોડા દિવસ પહેલા સી જે ચાવડા પણ વિધાનસભામાં કોંગ્રેસના દંડક બન્યા બાદ જ ભાજપમાં ગયા હતા. આમ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને દંડક બનાવતા તેઓ પણ ભાજપમાં ભળી જશે તેવી અટકળો થઈ રહી છે.

અગાઉ કિરીટ પટેલે કોંગ્રેસની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી અને હવે તેઓ ભાજપમાં જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે જોવું રહ્યું આગામી સમયમાં તેઓ શું રણનીતિ અપનાવે છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

facebook twitter