+

જેની રાહ જોવાતી હતી તે મહત્વના સમાચાર આવી ગયા, મત્રીમંડળ વિસ્તરણનો સમય અને સ્થળ થયું નક્કી

2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરાશે આપના બે ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોને મળી શકે

2027 વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરાશે

આપના બે ધારાસભ્યો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ભાજપની મુશ્કેલીઓ વધારી રહ્યાં છે

મંત્રીમંડળમાં યુવા ધારાસભ્યોને મળી શકે છે સ્થાન 

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળના વિસ્તરણ પછી મંત્રીઓની શપથ વિધિ શુક્રવાર, તા:17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી રાજ્યમંત્રી મંડળના સભ્યોને શપથ લેવડાવશે.

સૂત્રોના મતે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્તમાન મંત્રીમંડળના 16 માંથી લગભગ એક ડઝન મંત્રીઓને હટાવીને 15 જેટલા નવા મંત્રીઓને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ આજે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની જેમ નાયબ મુખ્યમંત્રીનું ફોર્મ્યુલા શોધવા માટે ધારાસભ્યો સાથે બેઠક કરી શકે છે. શક્ય છે કે નાયબ મુખ્યમંત્રીનું પદ પણ હોય.

સ્વ.વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. ભાજપને ગુજરાતના આદિવાસી પટ્ટા પર અને સૌરાષ્ટ્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેનું મુખ્ય કારણ આમ આદમી પાર્ટી આપનું ગ્રાઉન્ડ વર્ક છે. આ સાથે પાટીદાર અને OBC સમીકરણોને પણ સંતુલિત કરવાનો પડકાર છે. આ સંજોગોમાં ગુરુવારનો દિવસ રાજકીય રીતે ઘણો હલચલભર્યો બની શકે છે.

ભાજપ 2027ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળમાં ફેરબદલ કરી રહ્યું છે, ત્યારે તે વિપક્ષને કોઈ તક આપવાના મૂડમાં નથી. જેથી હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter