+

ગુજરાત મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડ્ડા આવશે ગુજરાત - Gujarat Post

વિસ્તરણ સાથે વર્તમાન મંત્રીમંડળના ઘણા ચહેરા બદલાશે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા  નવા મંત્રીમંડળની ભવ્ય શપથવિધિ વાઘબારસના શુભ દિવસે યોજાઇ શકે છે  ગાંધીનગરઃ રાજ્યમાં મંત્રીમંડળ

વિસ્તરણ સાથે વર્તમાન મંત્રીમંડળના ઘણા ચહેરા બદલાશે અને નવા ચહેરાઓને સ્થાન મળે તેવી શક્યતા 

નવા મંત્રીમંડળની ભવ્ય શપથવિધિ વાઘબારસના શુભ દિવસે યોજાઇ શકે છે 

ગાંધીનગરઃ રાજ્યમાં મંત્રીમંડળ વિસ્તરણની તૈયારીઓ વચ્ચે આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાત આવશે. તેઓ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકે છે. સંભવિત વિસ્તરણના પગલે ભાજપ દંડક કાર્યાલય દ્વારા તમામ ધારાસભ્યોને તાત્કાલિક બે દિવસ ગાંધીનગરમાં રોકાવા આદેશ આપી દેવામાં આવ્યાં છે. દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના મત વિસ્તારમાં ગયેલા મોટાભાગના ધારાસભ્યો હવે ગાંધીનગર તરફ રવાના થઈ રહ્યા છે.

17 તારીખે મંત્રીઓની શપથવિધી યોજાઇ શકે છે 

સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મૂળુ બેરા અને ભાનુ બાબરિયા જેવા કેટલાક મંત્રીઓની એક્ઝિટ થઈ શકે છે. સામે જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, અને રીવાબા જાડેજા જેવા ચહેરાઓને નવા મંત્રી તરીકે સ્થાન મળી શકે છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને આજે  રાત્રે જ ગાંધીનગર પરત ફરી રહ્યાં છે, જે સૂચવે છે કે શપથવિધિની તારીખ હવે નજીક છે. નવા મંત્રીમંડળમાં અંદાજે 20 થી 22 ધારાસભ્યોને સ્થાન મળી શકે છે. જેમાંથી 10 જેટલાં વર્તમાન મંત્રીઓની હકાલપટ્ટી થવાના સંકેતો મળી રહ્યાં છે, જે મંત્રીઓને પડતા મૂકવામાં આવશે, તેમના આવતીકાલે રાજીનામા લઈ લેવાય તેવી ચર્ચાઓ છે. રાજીનામાની પ્રક્રિયા પહેલાં કેન્દ્રીય સંગઠનના આગેવાનો ગુજરાત આવશે.

facebook twitter