+

દિવાળીથી રાજ્યમાં શિયાળો બતાવશે ચમકારો, આ મહિનાના અંતથી પારો ગગડશે- Gujarat Post

(file photo) અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. દિવાળીના તહેવારો વખતે જ ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી સંસ્થાના મતે અમદાવ

(file photo)

અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. દિવાળીના તહેવારો વખતે જ ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી સંસ્થાના મતે અમદાવાદમાં 11 નવેમ્બરથી લઘુતમ તાપમાનનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની સંભાવના છે.નવેમ્બર મહિનાના અંત સુધીમાં લઘુતમ તાપમાનનો પારો 15 ડિગ્રી સુધી જઇ શકે છે.

હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહીં અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી વધશે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીનું વાતાવરણ રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. 22 ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, ત્યાર બાદ ગુજરાતમાં ઠંડી શરુ થશે. જેથી આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. 5 મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી રહેવાની શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter