ગુજરાતમાં ઠંડીનો ચમકારો, આ શહેરમાં નોંધાયું સૌથી ઓછું તાપમાન

10:59 AM Nov 25, 2024 | gujaratpost

8 ડિસેમ્બર સુધી અમદાવાદનું લઘુતમ તાપમાન 14 થી 16 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન

અમદાવાદઃ ગુજરાતમાં ઠંડી ધીમે ધીમે જમાવટ કરી રહી છે. હાલ રાજ્યભરમાં મોડી રાતે અને વહેલી સવારે જ ઠંડીનો ચમકારો અનુભવાય છે. ગત રાત્રે અમદાવાદમાં 16 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ લઘુતમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ જ રહેશે.

8 શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. 11.8 ડિગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી હતી. ગાંધીનગર 11.8 ડિગ્રી સાથે ઠંડુંગાર તેમજ અમદાવાદમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગત રાત્રે અમદાવાદ સિવાય અન્ય વિસ્તારોમાં પણ 16 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. જેમાં દાહોદ, પોરબંદર, ડીસા, વડોદરા, રાજકોટ, અમરેલી અને નલિયાનો સમાવેશ થાય છે.

હવામાન નિષ્ણાંતો મુજબ અત્યારે ઉત્તર ભારતના પહાડી વિસ્તારો પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. ત્યાં બરફવર્ષા ચાલુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે તેની અસર જોવા મળશે અને આગામી બે-ત્રણ દિવસમાં તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં માવઠાની કોઈ સંભાવના નથી. પરંતુ હવે ઠંડીમાં વધારો થતો રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++