Weather: અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદ, રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી- Gujarat Post

11:12 AM Sep 27, 2024 | gujaratpost

(Photo: @Indiametdept)

મધ્ય મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં પડશે ભારે વરસાદ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 128.24 ટકા વરસાદ વરસી ચૂક્યો છે

128 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે

Gujarat Weather: ભાદરવો મહિનો હવે વિદાય તરફ છે ત્યારે રાજ્યમાં ફરી એક વખત ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ક્યારેક મોટા છાંટાએ તો ક્યારેક ધીમી ધીરે વરસાદ આવી રહ્યો છે. જેને લઈ હાલ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વહેલી સવારથી શહેરના એસજી હાઈવે, બોપલ, સરખેજ, શિવરંજની, નવા વાડજ, બાપુનગર, નિકોલ, હીરાવાડી, નરોડા, મણિનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 છ ઈંચ, જૂનાગઠના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરાયું છે. જેમાં આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. જ્યારે આવતીકાલે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ અને ડાંગ, નવસારી તથા ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે 29 સપ્ટેમ્બરે સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526