+

Breaking News- અંદાજે રૂ.600 કરોડનું 90 કિલો ડ્રગ્સ ગુજરાતના દરિયામાંથી ઝડપાયું, આટલા પાકિસ્તાનીઓની ધરપકડ

પોરબંદરઃ હાલમાં જ સુરક્ષા એજન્સીઓએ ગુજરાત અને રાજસ્થાનમાંથી 230 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ અને ફરીથી કરોડો રૂપિયાનો હેરોઇનનો જથ્થો જપ્ત કરાયો છે, ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડના સંયુ

પોરબંદરઃ હાલમાં જ સુરક્ષા એજન્સીઓએ ગુજરાત અને રાજસ્થાનમાંથી 230 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ અને ફરીથી કરોડો રૂપિયાનો હેરોઇનનો જથ્થો જપ્ત કરાયો છે, ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં પોરબંદરના દરિયામાંથી 90 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 600 કરોડ રૂપિયા જેટલી થાય છે.

સુરક્ષા એજન્સીઓએ 14 પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરી છે, જેઓ એક બોટમાં આ ડ્રગ્સ લઇને આવ્યાં હતા. દરિયામાં પાકિસ્તાની બોટમાં રહેલા શખ્સોએ સુરક્ષા એજન્સીઓ પર ફાયરિંગ કર્યું હતુ, જેમાં એક પાકિસ્તાની ઘાયલ થયો છે. સામે સુરક્ષા એજન્સીઓએ જડબાતોડ જવાબ આપીને તેમની ધરપકડ કરી લીધી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

અંદાજે 600 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આરોપીઓની ધરપકડ કરાઇ છે, આ જથ્થો ભારતમાં લાવીને કોને આપવાનો હતો તે મામલે એટીએસે તપાસ શરૂ કરી છે.

નોંધનિય છે કે હાલમાં જ ગાંધીનગરના પીપળજ, અમરેલી અને રાજસ્થાનના બે સ્થળો પર એટીએસ અને એનસીબીએ મોટી કાર્યવાહી કરીને અંદાજે 230 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

 

facebook twitter