+

ઓખા કોસ્ટ ગાર્ડે ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરનારી પાકિસ્તાની બોટ અને 13 ખલાસીઓને ઝડપી પાડ્યાં- Gujarat Post

(Photo: ANI) ઓખાઃ ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરતી પાકિસ્તાની બોટ અને 13 ખલાસીઓને ઓખા કોસ્ટ ગાર્ડે ઝડપી પાડ્યાં હતા. પાકિસ્તાની બોટ અને ખલાસીઓ સાથે બોટને ઓખા લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભારતીય જળ

(Photo: ANI)

ઓખાઃ ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરતી પાકિસ્તાની બોટ અને 13 ખલાસીઓને ઓખા કોસ્ટ ગાર્ડે ઝડપી પાડ્યાં હતા. પાકિસ્તાની બોટ અને ખલાસીઓ સાથે બોટને ઓખા લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ભારતીય જળસીમામાં પ્રવેશ કરનારી પાકિસ્તાની બોટને  કોસ્ટગાર્ડે ઝડપી પાડી હતી.

ઓખા કોસ્ટગાર્ડની અરિંજય નામની શિપને ભારતીય જળસીમા નજીક કોઈ અજાણી બોટ દેખાતા બોટનો પીછો કરી તેને રોકવામાં આવતા આ બોટ પાકિસ્તાનની હોવાનું અને આ નાઝ- રે- કરમ નામની બોટમાં 13 લોકો સવાર હોવાનું સામે આવ્યું હતું. જે બાદ બોટ અને ખલાસીઓને ઓખા કનકાઈ જેટી ખાતે લવાયા હતા. અને એજન્સીઓએ પૂછપરછ કરી હતી.આ બોટ ખરેખર માછીમારી કરતા જ જળસીમામાં આવી હતી કે પછી અન્ય ઈરાદા હતા તેની પૂછપરછ બાદ જ વધુ વિગતો જાણવા મળશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter