(જંબુસરમાં હાર્ટએટેકથી મોતને ભેટનારા યુવકની તસવીર)
રાજ્યમાં હાર્ટએટેકથી વધી રહ્યાં છે મોત
આઈસીએમઆરે કોરોના વેક્સિનનો હાર્ટએટેક સાથે સંબંધ હોવાની ના પાડી
અમદાવાદઃ રાજ્યમાં હાર્ટએટેકના કેસોમાં વધારો થઈ રહ્યો છે. પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્રને અટકે આવતા તેમનું મોત થયું છે.પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાના પુત્ર જયેશ છેડાને એટેક આવતા મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સુરત શહેરના સલાબતપુરામાં 42 વર્ષીય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. કંચન રાઠોડ નામનો યુવક સવારે નોકરીએ જઇ રહ્યો હતો ત્યારે ચાલતા ચાલતા અચાનક છાતીમાં દુખાવો થયો હતો. યુવક બેભાન થઈ જતા લોકો દોડી આવ્યાં હતા અને તેને હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં હાજર તબીઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો. સલાબતપુરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના જંબુસરમાં પણ 28 વર્ષીય યુવાનનુ હાર્ટએટેકને કારણે મોત થયું છે. શાહરુખ અબ્બાસખા પઠાણ નામના 28 વર્ષીય યુવકનું હાર્ટએટેકને કારણે મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો