ભાવનગરઃ પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીના મોત થયા હતા. જેમાં એક સુરતના અને ભાવનગરના બે વ્યક્તિ હતા. ભાવનગરના બંને મૃતકો બાપ-દીકરો હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં રહેતાં યતિશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતિશભાઈ પરમારનું આતંકી હુમલામાં મોત થયું હતુ. તેમના મૃતદેહને મોડી રાત્રે ભાવનગર ખાતે લાવવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘરે જઈ પરિવારજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ગસ્થ પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
આતંકવાદી હુમલામાં માર્યા ગયેલાં પિતા-પુત્રના મૃતદેહોને ઈન્ડિગોની ફ્લાઈટમાં શ્રીનગરથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદથી રોડ માર્ગે બન્ને મૃતદેહને મધ્યરાત્રીએ ભાવનગર લવાયા હતા. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રિય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા, મેયર ભરત બારડ, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના અગ્રણીઓએ મૃતક પિતા-પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ દુ:ખની ઘડીમાં સહભાગી બન્યા હતા.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના શૈલેષભાઈ કળથિયાની અંતિમયાત્રામાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil એ ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી.
— BJP Gujarat (@BJP4Gujarat) April 24, 2025
ૐ શાંતિ #PahalgamAttack pic.twitter.com/v50tGw1dyo
પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના વતની યતીસભાઈ પરમાર તથા તેમના પુત્ર સ્મિતભાઈ પરમારના પાર્થિવ દેહને ભાવનગર લવાયો, ત્યારે તેમના કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી @Nimu_Bambhaniya અને ધારાસભ્ય શ્રી @jitu_vaghani એ પરિવારજનોને સાંત્વના પાઠવી.
— BJP Gujarat (@BJP4Gujarat) April 24, 2025
ૐ શાંતિ #PahalgamAttack pic.twitter.com/g3qd6NHdBR
#WATCH | Bhavnagar | Gujarat CM Bhupendra Patel pays last respects to Sumit Parmar and Yatish Parmar, who were killed in the Pahalgam terror attack and consoles the family pic.twitter.com/YIEG7hQHqL
— ANI (@ANI) April 24, 2025