અયોધ્યાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસ પહેલા અયોધ્યા પહોંચ્યાં હતા. અહીં તેમને રામલલ્લાના દર્શન કર્યાં હતા.ઉપરાંત હનુમાનગઢીના પણ દર્શન કર્યાં હતા અને ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યની પણ મુલાકાત લીધી હતી. જાપાન પ્રવાસે જતા પહેલા તેમણે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યાં હતા.
27 નવેમ્બરથી લઈને 2 ડિસેમ્બર સુધી તેઓ જાપાન અને સિંગાપોરના વિવિધ શહેરોની મુલાકાત લેવાના છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં તારીખ 27 નવેમ્બરથી 7 અધિકારીઓનું ડેલિગેશન જાપાન અને સિંગાપોરના પ્રવાસે જઈ રહ્યું છે. તારીખ 2 ડિસેમ્બર સુધી વિદેશ પ્રવાસે રહેનારા હાઈલેવલ ડેલિગેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, CMના અધિક મુખ્ય સચિવ- ACS પંકજ જોષી, ઉદ્યોગ- ખાણ વિભાગના ACS એસ.જે.હૈદર, ગિફ્ટ સિટીના પ્રતિનિધીઓ, દિલ્હી સ્થિત ગુજરાતના રેસિડેન્ટ કમિશનર આરતી કંવર, ઈન્ડેક્ષ્ટ-બીના મેનેજિંગ ડિરેક્ટર ગૌરાંગ મકવાણા તેમજ CMના અંગત મદદનીશ નીલ પટેલનો સમાવેશ થાય છે.
#WATCH | Uttar Pradesh: Gujarat CM Bhupendra Patel offered prayers at Shri Hanuman Garhi temple in Ayodhya. pic.twitter.com/evDKITTnTN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) November 25, 2023
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો