ચૂંટણી પહેલા આનંદો...ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો કરાયો વધારો

05:11 PM Feb 29, 2024 | gujaratpost

(પ્રતિકાત્મક ફોટો)

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારના કર્મચારીઓને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. તેમના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરવામાં આવી છે. મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની તફાવત રકમ-એરિયર્સ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

- 9 લાખથી વધુ કર્માચારીઓ અને પેન્શનર્સને ફાયદો
- ચૂંટણી પહેલા સૌથી મોટી ભેટ
- લાખો કર્મચારીઓમાં ખુશીનો માહોલ
- ત્રણ હપ્તામાં પગાર સાથે એરિયર્સ ચૂકવવામાં આવશે

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા પેન્શનર્સને મળવાપાત્ર થશે. તફાવતની રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે

આ મોંઘવારી ભથ્થું 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. એટલે કે જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે ચૂકવવામાં આવશે. ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ સાથે ચૂકવવામાં આવશે. ત્યારે સરકારના આ નિર્ણયથી લાખો પગારધારકો અને પેન્શનર્સને મોટો ફાયદો થયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post