ગોવા: શનિવારે મોડી રાત્રે ગોવામાં એક નાઈટ ક્લબમાં આગ લાગી હતી. આ ઘટનામાં 25 લોકોનાં મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસે જણાવ્યું કે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી. મૃતકોમાં ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે, મૃતકોમાં પ્રવાસીઓ પણ હતા.
23 લોકોમાંથી ત્રણ લોકો દાઝી જવાથી અને બાકીના લોકોના ગૂંગળામણથી મોત થયા છે. મૃત્યુઆંક વધીને 25 થયો છે. ગોવા પોલીસે જણાવ્યું કે, ઉત્તર ગોવાના આર્પોરામાં રોમિયો લેન નજીક એક બિર્ચમાં ભીષણ આગ લાગી હતી. 4 પ્રવાસીઓ અને 14 ક્લબ સ્ટાફ સભ્યો સહિત 25 લોકોના મોત થયા છે. 7 લોકો ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગ તપાસ કરી રહ્યાં છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ક્લબ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરી રહી ન હતી
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રાથમિક માહિતી મુજબ, નાઈટક્લબ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. ગોવાની રાજધાની પણજીથી લગભગ 25 કિમી દૂર આવેલા આર્પોરામાં ગયા વર્ષે ખોલવામાં આવેલા લોકપ્રિય પાર્ટી સ્થળ, બિર્ચ બાય રોમિયો લેનમાં મધ્યરાત્રિ પછી આગ લાગી હતી. ફાયર સેફ્ટીનું ઉલ્લંઘન કરવા છતાં ક્લબને કામ કરવાની મંજૂરી આપનારા મેનેજમેન્ટ અને અધિકારીઓ સામે અમે કાર્યવાહી કરીશું. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. અમે આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરીશું અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે. ગોવા પોલીસ જણાવ્યું હતું કે આગ સિલિન્ડર વિસ્ફોટને કારણે લાગી હતી.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક એક્સ પર આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, ગોવાના આર્પોરામાં બનેલી આગની ઘટના ખૂબ જ દુઃખદ છે. મારા સંવેદના તે બધા લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યાં છે. ઘાયલો સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. મેં ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત સાથે પરિસ્થિતિ વિશે વાત કરી છે. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે. પીએમ મોદીએ પ્રધાનમંત્રી રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/