+

મોટા માથાંઓ પણ હવે ભાજપ સાથે... BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો

ગાંધીનગરઃ આદિવાસી વિસ્તારની લોકસભાની બેઠકો પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા ભાજપ કોઇ કસર છોડવા માંગતી નથી, હવે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે, તેઓ કોબા કમ

ગાંધીનગરઃ આદિવાસી વિસ્તારની લોકસભાની બેઠકો પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા ભાજપ કોઇ કસર છોડવા માંગતી નથી, હવે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ 800 સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લીધો છે, તેઓ કોબા કમલમમાં તેમના સમર્થકો સાથે પહોંચ્યાં હતા અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. વસાવા ઝઘડિયાના પૂર્વ ધારાસભ્ય છે અને અહીં તેમના પરિવારનું સારું પ્રભુત્વ છે. જો કે મહેશ વસાવાના પિતા છોટુ વસાવા સાથે મતભેદો છે અને તેમની ના છંતા મહેશ વસાવા ભાજપમાં ગયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં બીપીટીનું સારું પ્રભુત્વ છે અને તેઓ પહેલા પણ અનેક પાર્ટીઓ સાથે ગઠબંધન કરી ચુક્યાં છે. હવે તેઓ ભાજપમાં જોડાતા આપના ચૈત્તર વસાવા જેવા લોકસભાના ઉમેદવારની મુશ્કેલી વધી શકે છે, સાથે જ આદિવાસી પટ્ટામાં ભાજપ વધુ મજબૂત બની શકે છે.

- પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ પણ ભાજપમાં જોડાયા

- કોંગ્રેસ અને આપના અનેક નેતાઓ આજે ભાજપમાં જોડાયા

નોંધનિય છે કે થોડા જ દિવસોમાં કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય અંબરિશ ડેર સહિત અનેક નેતાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપ તમામ 26 લોકસભા બેઠકો પર વધુમાં વધુ લીડથી ચૂંટણી જીતવા હવે વિરોધીઓને પણ સાથે લઇ રહી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

 

Trending :
facebook twitter