ગાંધીનગરઃ આજે કમલમમાં ભરતી મેળો, 10 હજારથી વધુ લોકો ધારણ કરશે કેસરિયા- Gujarat Post

11:21 AM Feb 27, 2024 | gujaratpost

(file photo)

કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ ભાજપમાં જોડાશે

નારણ રાઠવા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં ભાજપે ભરતી મેળો શરૂ કર્યો છે. આજે કમલમમાં વધુ એક ભરતી મેળો યોજાશે.જેમાં 10 હજારથી વધુ લોકો ભાજપમાં જોડાશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા ધર્મેન્દ્ર પટેલ, કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાશે. ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં આ ભરતી મેળો યોજાશે.

સિનિયર નેતા નારણ રાઠવા પણ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાય તેવી પ્રબળ શક્યતાઓ છે. જો આમ થશે તો આદિવાસી બેલ્ટમાં કોંગ્રેસને મોટો ઝટકો મળી શકે છે. નારણ રાઠવા અને તેમના સમર્થકોની કમલમમાં વેલકમ પાર્ટી યોજાઈ શકે છે.

ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો જીતી હતી. આ વખતે ભાજપે તમામ બેઠકો 5 લાખથી વધુના વોટથી જીતવાનું નક્કી કર્યુ છે, આ માટે ઉમેદવારોના નામની જાહેરાત પહેલા જ તમામ બેઠકોના મધ્યસ્થ કાર્યાલય પણ ખોલી દેવામાં આવ્યાં છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસને સાફ કરવા તમામ 26 બેઠકો જીતી હેટ્રિક કરવા માંગે છે, જેના કારણે કોંગ્રેસ, આપના નેતાઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post