નવી દિલ્હીઃ પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહના શનિવારે દિલ્હીના નિગમ બોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. પૂર્વ પીએમ મનમોહન સિંહના અંતિમ સંસ્કારમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને રાજનાથ સહિત ઘણા નેતાઓ નિગમ બોધઘાટ પર પહોંચ્યાં હતા અને પૂર્વ પીએમના નશ્વર દેહને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ પીએમ મનમોહન સિંહની મોટી દીકરીએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
મોટી દીકરીએ કર્યા અગ્નિસંસ્કાર
દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે નેતાઓ અને પરિવારજનોએ અંતિમ શ્રદ્ધાંજલિ આપ્યાં બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. સ્વ. ડો. મનમોહન સિંહની મોટી પુત્રીએ અંતિમ સંસ્કાર કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિગમ બોધ ઘાટ પર પૂર્વ પીએમ ડૉ.મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ નિગમ બોધ ઘાટ પહોંચ્યાં હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++