અંકારઃ તુર્કીના બોલુ પ્રાંતમાં સ્થિત એક રિસોર્ટમાં મંગળવારે લાગેલી આગમાં 66 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 51 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે બની હતી.
જે હોટલમાં આગ લાગી હતી તેનું નામ કાર્તલકાયા સ્કી રિસોર્ટ હોવાનું કહેવાય છે. બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અયદિને કહ્યું કે કેટલાક લોકોએ ગભરાટના કારણે ઈમારત પરથી કૂદકો માર્યો હતો, જેના કારણે ઘણા લોકોના મોત થયા છે.
આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તે સ્થાનિક સમય મુજબ મોડી રાત્રે 3:30 વાગે હોટેલમાં આગ લાગી હતી અને ધીમે ધીમે કોરોગ્લુ પર્વતની ટોચ પર સ્થિત સમગ્ર હોટેલને ઝપેટમાં લીધી હતી.
આગ લાગવાની જાણ થતા અગ્નિશામકો, શોધ અને બચાવ એકમો અને તબીબી ટીમો રવાના કરવામાં આવી હતી. હોટલમાંથી અત્યાર સુધીમાં 230થી વધુ મહેમાનોને બચાવી લેવામાં આવ્યા છે. ન્યાયપ્રધાને આ મામલે ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++