ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રો માટે મહત્વની જાહેરાત કરી છે, સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી માટે પોર્ટલ કાર્યરત થશે.
રાજ્યના 33 જિલ્લાઓના 251 તાલુકાઓના 16500 થી વધુ ગામોનો નુકસાનનો સર્વે હાથ ધરાયો હતો. ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપીંગ કરાશે.ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ ફી ભરવાની નથી. મળવાપાત્ર સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થી ખેડૂતના બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવશે.
આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ https://krp.gujarat.gov.in પર અરજી કરવા માટે VCE-VLE મદદરૂપ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદને પરિણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા નુકસાન સામે 9,815 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું હતુ.
બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરાઇ છે.
જરૂરી કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડૂતો દ્વારા VCE- VLE મારફતે અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ફી આપવાની નથી. આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS- RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.
પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલિક સહાય ચુકવાશે, જરુર હશે તો પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/