ઇંગ્લેંડથી પીએચડી કરનારા ડો. કિરણ પંડ્યા, વીએનએસજીયુ, કે.પી. યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિ.માં મહત્ત્વના પદો પણ રહી ચૂક્યાં છે
સુરતઃ ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી અને સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેનના સભ્ય રહી ચૂકેલા ડો.કિરણ પંડ્યાને ગુજરાતની અગ્રણી સાર્વજનિક સોસાયટી દ્વારા સંચાલિત સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ તરીકે નિમણૂંક આપવામાં આવી છે. તેમણે શુક્રવારે વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
ડો.પંડ્યા ઇંગ્લેંડની સસેક્સ યુનિવર્સિટીમાંથી પીએચડી થયા છે અને પછી વર્ષો સુધી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપન ઇનચાર્જ કુલસચિવ, એચઆરડી વિભાગના વડા સહિત જુદા જુદા પદો પર કામ કરી ચૂક્યાં છે. અધ્યાપન ઉપરાંત તેમણે દેશભરમાંથી કેન્દ્ર સરકાર માટેના આંકડાનું કામ કરતી સંસ્થા સેન્ટ્રલ સ્ટેટિસ્કિટકલ ઓર્ગેનાઇઝેશન, ગુજરાત સરકારના જુદા જુદા પ્રોજેક્ટ્સના ફીલ્ડ એસેસમેન્ટ સહિતના કાર્યો સક્રિય રીતે કર્યા છે. આમ માત્ર અધ્યાપન જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ફિલ્ડની તાલીમમાં જોતરનાર ડો.પંડ્યા હવે પ્રતિષ્ઠિત સાર્વજનિક યુનિવર્સિટીમાં પોતાની સેવાઓ આપશે. તેઓ વડોદરાની કે.પી.યુનિવર્સિટી અને બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યાં છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ ગુજરાતની અગ્રણી અને સૌથી જૂની સંસ્થાઓમાંની એક સાર્વજનિક સોસાયટી દ્વારા સંચાલિત યુનિવર્સિટી છે. આ પ્રસંગે ડો. પંડ્યાએ કહ્યું કે, "112 વર્ષ જૂની સંસ્થા ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. આવી સંસ્થા માટે કામ કરવું તે એક ગૌરવપૂર્ણ વાત છે. આ સંસ્થામાં ખૂબ જ અનુભવી અને નિષ્ણાત અધ્યાપકો તો છે જ તેની સાથે ઉત્તમ ઇન્ફાસ્ટ્રક્ચર પણ છે. શહેરની વચ્ચોવચ હોવાથી તેને લોકેશનલ એડવાન્ટેજ પણ છે. સૌથી મહત્ત્વની વાત સંસ્થા ચલાવનાર ટ્રસ્ટી ખૂબ જ અનુભવી અને ઉચ્ચશિક્ષિત છે જેમાં શહેરના જાણીતા લોયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને બિઝનેસમેન છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526