Fact Check: પગે પડીને મત માંગનાર વ્યક્તિ બિહાર ચૂંટણીનો ઉમેદવાર નથી, જાણો સત્ય

01:48 PM Nov 02, 2025 | gujaratpost

Fact Check: બિહાર ચૂંટણીના માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તા પર કોઇના પગમાં પડી રહેલો દેખાય છે. 

આ ફોટો બિહારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જમીન પર પડેલો આ માણસ બિહાર ચૂંટણીમાં કોઇ ઉમેદવાર છે અને આ રીતે જનતા પાસેથી મત માંગી રહ્યો છે. આ ફોટો કોઈ પ્રકારના ચૂંટણી પ્રચારનો હોય તેવું લાગે છે. આ ફોટો શેર કરતા એક યુઝરે લખ્યું, બિહાર ચૂંટણીના દ્રશ્યો.. જો તમે કામ કર્યું હોત, તો આજે તમારે પગે ના પડવું પડત..ઘણા લોકોએ આ ફોટોને બિહાર ચૂંટણી સાથે જોડીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર શેર કર્યો છે.

પરંતુ ગુજરાત પોસ્ટ ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ મધ્યપ્રદેશનો 2020નો ફોટો છે. તેનો બિહાર ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. 

અમને સત્ય કેવી રીતે ખબર પડી ?

ગુગલ લેન્સનો ઉપયોગ કરીને ફોટો શોધ્યાં પછી અમને તે વેબ પોર્ટલના અહેવાલમાં મળ્યો. તે સમયે મધ્યપ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો હતો. 

11 ઓક્ટોબર, 2020 ના રોજના આ અહેવાલમાં જણાવાયું છે કે જમીન પર પગ ઓળંગીને પડેલો માણસ સંતરામ સિરોનિયા છે, જે મધ્યપ્રદેશના ભાંડેર વિધાનસભા મતવિસ્તારના ભાજપ ઉમેદવાર રક્ષા સિરોનિયાના પતિ છે. સંતરામ તે સમયે તેમની પત્ની માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. તે સમયે આ ફોટો વાયરલ થયો હતો.

આ સમય દરમિયાન, તેમનો બીજો એક ફોટો લોકપ્રિય બન્યો હતો, જેમાં તેઓ એક મહિલા સાથે માથાકૂટ કરતા જોવા મળ્યાં હતા. આ માટે તેમની ટીકા પણ થઈ હતી.

તપાસમાં બહાર આવ્યું કે વાયરલ ફોટો 7 ઓક્ટોબર, 2020 ના રોજ રક્ષા સિરોનિયાના ફેસબુક પેજ પરથી શેર કરવામાં આવ્યો હતો, આ ફોટોને બિહાર ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++