Fact Check: વડાપ્રધાન મોદી ચૂંટણી નહીં લડી શકે ! તેવી વાતો અફવા છે, ચૂંટણીપંચને લઇને ખોટા સમાચારો વાઇરલ- Gujarat Post

10:41 AM Apr 03, 2024 | gujaratpost

દેશમાં ધીમે ધીમે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે

પીએમ મોદી ચૂંટણી સભાઓ સંબોધી રહ્યાં છે

400ને પાર થવા ભાજપ-એડીચોટી જોર લગાવી રહ્યાં છે.

Gujarat Post Fact Check News: ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને કામ કરાઇ રહ્યું છે.દેશમાં કુલ સાત તબક્કામાં મતદાન યોજાશે અને 4 જૂને પરિણામ જાહેર થશે. ચૂંટણી તારીખ જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના અહેવાલ વાયરલ થઇ રહ્યાં છે. જે પૈકી મોટાભાગના ફેક છે. આવો જ એક અહેવાલ હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચૂંટણી પંચે પીએમ મોદીને ચૂંટણી લડવા પર રોક લગાવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

earthnews011 નામની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી પંચે પીએમ મોદીને ચૂંટણી લડવા પર રોક લગાવી છે. જેનાથી ભાજપમાં હડકંપ મચ્યો છે. પરંતુ અમે તપાસ કરી તો આ દાવો ખોટો અને ગેરમાર્ગે દોરનારો છે. સરકારી પીઆઈબી ફેક્ટ ચેકે લખ્યું છે કે આ દાવો ખોટો છે. આ પ્રકારના નકલી વીડિયોથી સતર્ક રહેજો. જો તમને પણ આવો નકલી વીડિયો મળ્યો હોય તો શેર ન કરો.

આવા અનેક દાવાઓ સોશિયલ મીડિયામાં આવી રહ્યાં છે, જેથી તમારે પણ તેની તપાસ કરવી જોઇએ અને આવા ફેક દાવાઓને સોશિયલ મીડિયા પર શેર ન કરવા જોઇએ.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post