પાટીદારોની દીકરીઓ પર વિવાદીત નિવેદનનો મામલો, કાજલ હિન્દુસ્તાની સામે મોરબીમાં નોંધાઈ ફરિયાદ-Gujarat Post

05:45 PM Mar 19, 2024 | gujaratpost

રાજકોટઃ ફાયરબ્રાન્ડ કાજલ હિન્દુસ્તાનીના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે.જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે,મોરબીની એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવ્યાં છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડની અદલાબદલી કરે છે. આ સાતેયે મુસ્લિમ છોકરાઓને 40 લાખ રૂપિયાની મોંઘી ફોર-વ્હીલર પણ ગિફ્ટ આપી દીધી છે. પિતા પૈસા કમાવવામાં વ્યસ્ત છે અને માતા રીલ્સ બનાવવામાં મસ્ત, ઘરમાં કરોડો રૂપિયા પડ્યાં હોય તેમાંથી બે-પાંચ લાખ રૂપિયા કાઢી લે તો કોને ખબર પડવાની છે ? છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે, વિચારી લો આ સમાજ કઈ જગ્યાએ જઈ રહ્યો છે ? આ નિવેદન બાદ પાટીદાર આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

પાટીદાર સમાજની દીકરીઓ વિશે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કાજલને માઈકાસુર ગણાવી પાટીદાર અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝનમાં જીરો નંબરથી ફરિયાદ નોંધાવી છે.પનારાએ જણાવ્યું કે, મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી મામલે કાજલ જાહેરમાં માફી નહીં માગે તો ગામેગામથી ફરિયાદ કરાશે. કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવા સુરતમાં જાહેર મંચ ઉપરથી અયોગ્ય ટિપ્પણી કરી હતી.

મનોજે કહ્યું કે મોરબીમાં આવી ઘટના બની જ નથી તે ઘટના વિશે વાત કરીને કાજલ પોતાની લીટી મોટી કરવા માટે બીજાની લીટી નાની કરે છે. કાજલબેને પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે મોરબીના પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવાનું એક ષડયંત્ર ઊભું કર્યું છે. અમે ઘણા સમયથી ઊંડી તપાસ કરતા હતા, પરંતુ આવી કોઈ ઘટના અમારા ધ્યાનમાં આવી નથી. આમ છતાં કાજલબેન અમારા સમાજની દીકરીઓને બદનામ કરવા માટે જાહેરમાં આ પ્રકારની વાતો કરે છે.

Trending :

કાજલ હિન્દુસ્તાનીએ કર્યો પોતાનો બચાવ

કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું, મારી આખી સ્પીચ સાંભળી હશે તે વિરોધ નહીં કરે. આ એ પાટીદાર લોકો છે જે કોંગ્રેસ અને આપના ઠેકેદાર બનીને બેઠા છે. મારો વિરોધ કરે છે તેમને પુછવું છે, શું તમે લવજેહાદ વિશે સાંભળ્યું છે કે નહીં ? જો તમે લવજેહાદમાં માનો છો તો તમે કનવર્ટ થઇ ગયા છો, તમે પાટીદાર નથી. તમારામાં કેમ લવજેહાદીઓ સામે બોલવાની હિંમત નથી. આ નિવેદન એક વર્ષ પહેલાનું છે, મને સમાજમાંથી લવજેહાદ વિશે બોલવા કહેવાયું હતું. મે 50 મીનિટની સ્પીચ આપી છે, માત્ર 5 સેકન્ડની ક્લિપ વાયરલ કરીને ખોટા વિવાદ ઉભા કરાય છે. જાતિવાદી ઠગોને પટેલ સાથે કોઇ લેવા દેવા નથી.આ લોકોના કહેવાથી મને કંઇ ફરક પડતો નથી.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post