israel hezbolla conflict: ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં પ્રવેશી ચૂકી છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીન અને હવાઇ બંને રીતે હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલના હુમલાનો જવાબ આપતા હિઝબુલ્લાએ ઉત્તરી ઇઝરાયેલ પર 100 થી વધુ રોકેટ છોડ્યાં હતા, જેમાં અત્યાર સુધીમાં 8 ઇઝરાયેલી સૈનિકોનાં મોત થયા છે. ઇઝરાયેલી સેનાએ હેબ્રોનમાં કર્ફ્યુ લાદી દીધો છે અને ઘણા પેલેસ્ટિનિયન નાગરિકોની ધરપકડ કરી છે.
સીરિયા હુમલામાં નસરુલ્લાહના જમાઈની મોત
સીરિયાના દમાસ્કસમાં રહેણાંક મકાનને નિશાન બનાવીને ઈઝરાયેલના હુમલામાં હસન નસરુલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીર પણ માર્યા ગયા છે. આ હુમલામાં લેબનોનના વધુ બે લોકો માર્યાં ગયા હતા.
સીરિયામાં વિસ્ફોટ, એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે પશ્ચિમ સીરિયામાં વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. સીરિયાના લતાકિયા શહેરમાં આ વિસ્ફોટો સાંભળવામાં આવ્યાં હતા. હિઝબુલ્લાહ સાથે સંકળાયેલા લેબનોનના અલ-મયાદીન નેટવર્કનું કહેવું છે કે આ વિસ્ફોટો બાદ સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. લટાકિયા અને ટાર્ટસમાં પણ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા.
નસરુલ્લાહના અંતિમ સંસ્કારમાં ભીડની અપેક્ષા
ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાહના ચીફ હસન નસરુલ્લાહની અંતિમયાત્રા શુક્રવારે કાઢવામાં આવશે. પરંતુ આ અંતિમયાત્રા ક્યારે અને કયા શહેરમાંથી નીકળશે તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી.પરંતુ ઘણા અહેવાલોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કારમાં ભારે ભીડ થવાની સંભાવના છે.
લેબનોનમાં હિઝબુલ્લાહ હુમલામાં આઈડીએફના 8 સૈનિકો માર્યાં ગયા
મધ્ય પૂર્વ સળગી રહ્યું છે. ઇઝરાયેલની સેના દક્ષિણ લેબનોનમાં પ્રવેશી છે. ઇઝરાયેલ લેબનોનમાં જમીન અને હવા બંને રીતે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયેલના હુમલાનો જવાબ આપતા હિઝબુલ્લાએ લેબનોનમાં ઘૂસી આવેલા ઈઝરાયલી સૈનિકો પર હુમલો કર્યો છે, જેમાં અત્યાર સુધીમાં આઠ ઈઝરાયેલ સૈનિકોના મોત થયા છે.
લેબનોનના બેરૂતમાં ઈઝરાયલી સેનાએ બોમ્બનો વરસાદ કર્યો
ઇઝરાયેલી સેના IDF દક્ષિણ લેબેનોનમાં પ્રવેશ કરીને હિઝબુલ્લાહને નિશાન બનાવી રહી છે. દરમિયાન ઈઝરાયેલની સેનાએ બેરૂત બોર્ડરની અંદર હુમલો કર્યો હતો. આઈડીએફ દ્વારા બેરૂતમાં હુમલાઓની જાહેરાત કર્યાના થોડા સમય બાદ આ હુમલો થયો હતો અને હિઝબુલ્લાહના નજીકના એક સ્ત્રોતે એએફપીને જણાવ્યું હતું કે ઇઝરાયેલે મધ્યરાત્રિએ ત્રણ હવાઈ હુમલા કર્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526