મુંબઈ: રાજ ઠાકરેએ ભાજપના સાંસદ નિશિકાંત દુબેને પડકાર ફેંકતા કહ્યું કે તું મુંબઈ આવ, અમે તને દરિયામાં ડૂબાડીને મારીશું. હિન્દી ભાષાને લઈને ચાલી રહેલા વિવાદ પર રાજ ઠાકરેએ એમ પણ કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હિન્દી માટે લડી રહ્યાં છે. જો સરકાર આત્મહત્યા કરવા માંગતી હોય, તો તે કરે. દેવેન્દ્ર ફડણવીસે તેનો અમલ કરીને તો જોવે. રાજ ઠાકરે મીરા રોડ પર પાર્ટી ઓફિસનું ઉદ્ઘઘાટન કરવા આવ્યાં હતા. ત્યારે આ નિવેદન આપ્યું હતું.
હિન્દીભાષી લોકો મહારાષ્ટ્રમાં કામ કરવા માટે કેમ આવે છે ?
રાજ ઠાકરેએ કહ્યું કે હિન્દીભાષી લોકો મહારાષ્ટ્રમાં કામ કરવા માટે કેમ આવે છે ? જો હિન્દીભાષી વ્યક્તિને બીજી જગ્યાએ જવું પડે તો તેનો શું ફાયદો ? હિન્દી કોઈની માતૃભાષા નથી. ગઈકાલે તમે જેના કાન નીચે મારતા હો તેને પૂછો કે તેની ભાષા શું છે ? તેમણે કહ્યું કે જો મરાઠી ભાષા કોઈના કાનમાં ન જાય તો કાન નીચે મારવી જરૂરી છે. જો તમારે મહારાષ્ટ્રમાં રહેવું હોય તો તમારે મરાઠી શીખવી પડશે. 29 જૂનના રોજ,રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ મીરા રોડ પર એક દુકાનદારને એટલા માટે માર માર્યો કારણ કે તે હિન્દીમાં બોલી રહ્યો હતો.
કાનની નીચે બજાવી જોઈએ
રાજ ઠાકરેએ કહ્યું કે મીઠાઈ વેચનારને માર મારવામાં આવ્યો હતો. જો તમને મરાઠી નથી આવડતી તો એ કાનની નીચે બજાવવી જોઈએ. રેલી પછી જ્યારે લોકો પાણી ખરીદવા ગયા, ત્યારે મીઠાઈ વેચનારએ પૂછ્યું કે તમે રેલી કેમ કાઢી રહ્યાં છો ? અમારા લોકોએ તેમને કહ્યું કે કડક હિન્દી માટેનો GR રદ કરવામાં આવ્યો છે. તો તે વ્યક્તિએ કહ્યું કે અહીં હિન્દીનો ઉપયોગ થાય છે, તેના કારણે તેને ઠપકો આપવો જોઈતો હતો અને તે જ થયું. આ વેપારીઓએ તેમના કારણે બંધનું એલાન આપ્યું હતું. શું તેઓએ તમને માર માર્યો હતો ? અમે હજુ સુધી તેમને માર્યા નથી.
મારી હિન્દી સારી છે પણ હું તે બોલીશ નથી
હિન્દીએ દેશમાં લગભગ 250 ભાષાઓનો નાશ કર્યો છે. આજે પણ બિહારમાં લોકો હિન્દી નહીં પણ પોતાની માતૃભાષા બોલે છે. હનુમાન ચાલીસા હિન્દીમાં નહીં પણ અવધીમાં છે. મને બધી ભાષાઓ ગમે છે. મારી હિન્દી મહારાષ્ટ્રના બધા નેતાઓ કરતાં સારી છે. પણ હું નહીં બોલુ.. રાજ ઠાકરેએ આરોપ લગાવ્યો કે હિન્દી ભાષા પહેલું પગલું છે. તેમનું સપનું મુંબઈને ગુજરાત સાથે ભેળવવાનું છે. રાજ ઠાકરેએ કહ્યું- ભાજપના સાંસદ, તેનું નામ શું છે દુબે.. તેણે કહ્યું હતું કે તે મરાઠી લોકોને માર મારીને મારી નાખશે. દુબે, તું મુંબઈ આવી જા, અમે તને દરિયામાં ડૂબાડીને મારીશું.
નિશિકાંત દુબેએ શું કહ્યું?
હિન્દી ભાષી લોકો પર હુમલાની ઘટના પછી ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું એક નિવેદન આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે જો મુંબઈમાં હિન્દી ભાષી લોકોને માર મારનારાઓમાં હિંમત હોય તો મહારાષ્ટ્રમાં ઉર્દૂ ભાષી લોકોને મારવાનો પ્રયાસ કરો. પોતાના ઘરમાં કૂતરો પણ સિંહ હોય છે. તમે જ નક્કી કરો કે કોણ કૂતરો છે અને કોણ સિંહ. તમે કોની રોટલી ખાઓ છો ? ટાટા, બિરલા, રિલાયન્સ પાસે મહારાષ્ટ્રમાં યુનિટ પણ નથી. ટાટાએ પોતાની પહેલી ફેક્ટરી બિહારમાં બનાવી જ્યારે ઝારખંડ તેમની સાથે હતું. તમે અમારા પૈસા પર જીવો છો, તમે કયો ટેક્સ ભરો છો? તમારી પાસે કયો ઉદ્યોગ છે ? તમારી પાસે કયો ઉદ્યોગ છે ? શું અમારી પાસે બધી ખાણો છે કે ઝારખંડ અને છત્તીસગઢમાં છે ? મધ્યપ્રદેશમાં છે, ઓડિશામાં છે પણ તમારી પાસે કઈ ખાણો છે ?
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++