+

દાહોદઃ એસીબીની વધુ એક ટ્રેપ, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર રૂ.50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગોધરાઃ દાહોદ જિલ્લાના ઝાલોદ મનરેગા શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરે મનરેગા યોજના હેઠળ કરેલી કામગીરી માટે ફરિયાદી પાસે ટકાવારી મુજબ નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માગતા

ગોધરાઃ દાહોદ જિલ્લાના ઝાલોદ મનરેગા શાખામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસરે મનરેગા યોજના હેઠળ કરેલી કામગીરી માટે ફરિયાદી પાસે ટકાવારી મુજબ નાણાંની માંગણી કરી હતી. ફરિયાદી લાંચના નાણાં આપવા માગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.દાહોદ એ.સી.બીનો સંપર્ક કરી છટકું ગોઠવતાં લાંચિયા કર્મચારીને લાંચના નાણાં સ્વીકારતા એ.સી.બીના છટકામાં રંગેહાથ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝાલોદ તાલુકાના એક જાગૃત નાગરિક દ્વારા મનરેગા યોજના અંતર્ગત કરેલા કોઝવે (પાણીના નાળા) બનાવવાની કામગીરી અંગેના ફરિયાદીના કુલ ચાર બિલો રૂ.42,93,411 મંજૂર કરવા  ફરિયાદીએ આરોપી મોહનસિંહ ગોપાલસિંહ કટારા, આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર(કરાર આધારિત)તાલુકા પંચાયત કચેરી ઝાલોદને કાયદેસરની પ્રક્રિયા અનુસાર આપેલા હતા. જે બીલો મંજૂર કરી આપવા આરોપીએ કુલ રકમની 10 ટકા રકમ ફરિયાદી પાસે માંગી હતી. ફરિયાદી પાસે પૈસાની સગવડ નહીં હોવાથી ફરિયાદીએ આરોપીને રૂ.50,000 આપવા જણાવીને બાકીના પૈસા પછી કરી આપીશ તેવું જણાવ્યું હતું.

ફરિયાદી લાંચની રકમ આપવા નહીં માગતા હોવાથી લાંચના છટકાનું આયોજન કરી બાયપાસ રોડ, ઠુઠી કંકાસિયા ચોકડી, ઝાલોદ તેમને બોલાવ્યાં હતા. જ્યાં રૂ.50,000 ની લાંચની રકમ સ્વીકારતાં પકડાયા હતા. બીજી તરફ અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ પણ  લાંચ લેતા ઝડપાયા હતા. કોન્સ્ટેબલ રીંકુ પુનમભાઇ પટણી અને મહિલા પીએસઆઇ જે.એસ રાવલ લાંચ લેતા ઝડપાયા હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter