કંડલા પોર્ટ પર કસ્ટમનો કર્મચારી એ.સી.બી ટ્રેપમાં ફસાયો, આટલાની રૂપિયાની માંગી હતી લાંચ

04:27 PM Jun 19, 2025 | gujaratpost

ગાંધીધામ-કચ્છઃ આ કામના ફરીયાદીની કંપની દ્વારા કંડલા પોર્ટમાં આવતો જતો માલ સામાનને કસ્ટમ ક્લીરીયન્સ કરાવી પોર્ટ ઉપરથી માલ ટ્રકો મારફતે પોર્ટની અંદર બહાર મોકલવાની કામગીરી થતી હતી. ફરિયાદી ઓપરેશન ઇન્ચાર્જ તરીકે આ કામગીરી સંભાળતા હોવાથી કંડલા પોર્ટના ગેટ ઉપરના કસ્ટમના કર્મચારી જિગ્નેશ કેશવજી બળીયા, હેડ હવલદાર કસ્ટમ વર્ગ-3એ ફરીયાદીની કંપનીના એક ટ્રક ગેટ પરથી બહાર કાઢવાના રૂપિયા 50 ટકા લેખે છેલ્લા બે મહિનામાં કુલ-197 ટ્રકોની ટ્રીપ પેટે રૂ.9850 ની લાંચની માંગણી કરી હતી.

જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી. ગાંધીધામનો સંપર્ક કરતા આજ રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 9850 લાંચની રકમ સાગર સેના હનુમાન મંદિર કંડલાની સામે રોડ ઉપર, કંડલા પોર્ટ, કંડલા, ગાંધીધામ-કચ્છ- (પૂર્વ) સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા.

ટ્રેપ કરનાર અધિકારી : એલ.એસ.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ કચ્છ(પુર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમ.

સુપર વિઝન અધિકારી: એમ.જે.ચૌધરી, ઇન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી.,બોર્ડર એકમ ભુજ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++