+

AMCની સામાન્ય સભામાં વિવાદ: ભાજપના મહિલા કોર્પોરેટરે AIMIMના કોર્પોરેટરને કહ્યું- બુરખો કાઢીને બોલો

તમે સાડી પહેરો છો તો અમે કંઈ કહીએ છીએ ? - AIMIMના કોર્પોરેટર જૈનબ બીબી અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં મકતમપુરા વોર્ડના AIMIMના મહિલા કોર્પોરેટર જૈનબ બીબીને તેમના બુરખા પ

તમે સાડી પહેરો છો તો અમે કંઈ કહીએ છીએ ? - AIMIMના કોર્પોરેટર જૈનબ બીબી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં મકતમપુરા વોર્ડના AIMIMના મહિલા કોર્પોરેટર જૈનબ બીબીને તેમના બુરખા પહેરવેશને લઈને ભાજપના કોર્પોરેટર તરફથી ટિપ્પણી થતાં મોટો વિવાદ સર્જાયો હતો. જૈનબ બીબી બુરખો પહેરીને બોલવા ઊભા થયા ત્યારે ભાજપના ખાડિયા વોર્ડના મહિલા કોર્પોરેટર ગીતાબેન પરમારે તેમને બુરખો કાઢીને બોલો તેમ કહ્યું હતું.

ગીતાબેન પરમારની આ ટિપ્પણી પર જૈનબ બીબીએ સખત વિરોધ દર્શાવ્યો હતો, તેને બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે તમે લોકો સાડી પહેરો છો તો અમે કંઈ કહીએ છીએ ? જૈનબ બીબીએ જણાવ્યું કે, સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ, પરંતુ ભાજપના કોર્પોરેટરો લોકોને તેમના પહેરવેશથી ઓળખતા હોય તેવી બાબત સામે આવી છે. તેમણે ભાજપના મહિલા કોર્પોરેટરને સંવિધાનની ખબર નથી અને મહિલાની ગરિમા ખોઈ ચૂક્યા છે.તેવા આકરા શબ્દોમાં નિવેદન કર્યું હતું.

બીજી તરફ, ભાજપના કોર્પોરેટર ગીતાબેન પરમારે પોતાનો બચાવ કરતાં જણાવ્યું કે, તેમનો ઇરાદો કોઈ ધાર્મિક ટિપ્પણી કરવાનો ન હતો, પરંતુ કોણ બોલી રહ્યું છે તે ઓળખવા માટે માત્ર બુરખો હટાવવાની વાત કરી હતી. 

સામાન્ય સભામાં આ પહેરવેશના વિવાદ સિવાય, વિપક્ષ દ્વારા ભાજપના શાસકોને અન્ય વિવિધ મુદ્દે પણ ઘેરવામાં આવ્યાં હતા. વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે મેયર સમક્ષ શહેરની ખરાબ હવાની ગુણવત્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવાની ગુણવત્તા સુધારવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ હવાની ગુણવત્તા ખૂબ જ ખરાબ છે. ઉપરાંત, ઈલેક્ટ્રીક વિહિકલનો ઓછો ઉપયોગ, વ્હાઇટ ટોપિંગ રોડ અને ભ્રષ્ટાચાર મુદ્દે વિપક્ષે શાસક પક્ષને આડે હાથ લીધો હતો.

facebook twitter