સુરતઃ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા બાદ નવા રાજકીય સમીકરણો દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રાજકીય નાટકબાજી બાદ રદ્ થયું હતુ અને ત્યાર બાદ ભાજપે અન્ય ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવ્યાં હતા અને તેમના ઉમેદવાર ચૂંટણી લડ્યાં વિના જ સાંસદ બની ગયા છે. હવે કુંભાણી ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે તેઓ આ અઠવાડિયે ભાજપમાં જોડાઈ જશે. નિલેશ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે તેવા અહેવાલો વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ શરૂ કરી દીધો છે. કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, તેમને દેશદ્રોહી અને લોકશાહીનો ખૂની ગણાવી રહ્યાં છે.
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને કારણે નિલેશ કુંભાણી પણ ચર્ચામાં છે. મુકેશ દલાલની બિનહરીફ જીતના એક દિવસ પહેલા નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. તેમના પ્રસ્તાવકોની સહીમાં અનિયમિતતાને કારણે આ કાર્યવાહી કરાિ હતી, તેમના ટેકેદારો નાટ્યાત્મક રીતે ફરાર હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526
ભાજપના ઉમેદવારની બિનહરીફ જીત બાદ કોંગ્રેસ ગુસ્સામાં
સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત બાદ કોંગ્રેસે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે મુકેશ દલાલને અયોગ્ય રીતે વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. કોંગ્રેસની માંગ છે કે આ બેઠક પર નવેસરથી ચૂંટણી થવી જોઈએ. પાર્ટીએ દાવો કર્યો છે કે ભાજપ વેપારી સમૂદાયથી ડરી ગઈ હતી, જેના કારણે તેમને સુરત લોકસભા સીટ પર મેચ ફિક્સિંગનો પ્રયાસ કર્યો છે.
શું છે સમગ્ર મામલો ?
સુરત લોકસભા બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ એક દિવસ અગાઉ રિટર્નિંગ ઓફિસરે રદ કર્યું હતું. તેમના ટેકેદારોની સહીમાં અનિયમિતતા હોવાથી આ કાર્યવાહી કરાઇ હતી.
કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારીપત્રો રદ થયા બાદ બાકીના 8 ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. આવી સ્થિતિમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા હતા. આ પહેલીવાર છે જ્યારે લોકસભાની ચૂંટણીમાં ભાજપના સાંસદ બિનહરીફ ચૂંટાયા છે.
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો