(પ્રતિકાત્મક ફોટો)
છોટા ઉદેપુરઃ એક ખૂનખાર દીપડાએ વન વિભાગના 45 વર્ષીય આઉટસોર્સ કર્મચારી પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઘટના અંગે અધિકારીએ જણાવ્યું કે પાવી જેતપુર રેન્જના જંગલમાં સોમવારે સાંજે દીપડાએ અચાનક ચોકીદાર પર હુમલો કરતા તેમનું મોત નીપજ્યું હતું. આ પછી તેમને ઘટના સ્થળથી લગભગ 2 કિમી દૂર ખેંચીને લઈ જવામાં આવ્યાં હતા. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.
ફોરેસ્ટ ઓફિસર (RFO)એ જણાવ્યું કે ચોકીદાર તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ (ઉ.વ-45)ને દીપડો બારિયાના જંગલમાં ખેંચી ગયો હતો અને મંગળવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પાવી જેતપુર તાલુકાના અંબાખુટ ગામના રહેવાસી ટેટાભાઈ વન વિભાગના આઉટસોર્સ કર્મચારી હતા.
ગણપતભાઈની લાશ મંગળવારે બપોરે મળી આવી
ટેટાભાઈ ફરજ પરથી ઘરે પરત ન આવતાં તેમના પરિવારજનોએ વન વિભાગને જાણ કરી હતી. જે બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાંથી મૃતકના પગના નિશાન, ચંપલ અને બેગ મળી આવી હતી. ત્યારબાદ લગભગ બે કિલોમીટર સુધી શોધખોળ કર્યા બાદ મંગળવારે બપોરે ગણપતભાઈની લાશ મળી આવી હતી. દીપડાએ તેમને પીઠ પર બચકાં ભર્યાં હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526