CBSE એ પોતાની ભૂલ સ્વીકારી અને વેદાંતની મૂળ નકલ ટપાલ દ્વારા પૂરી પાડી
ગુણ પણ સુધારવામાં આવશે
ગુણ સુધારણામાં અન્ય કોઇની ઉત્તરવાહી આપી દેતા વિવાદ
અનેક વિદ્યાર્થીઓ સાથે થઇ રહ્યો છે અન્યાય
નવી દિલ્હીઃ CBSE 12 ના ધોરણના વિદ્યાર્થી વેદાંતે ફિઝિક્સના પેપરના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી હતી. ત્યાર બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તેને સ્કેન કરેલી નકલ આપી હતી, વેદાંતે તેના એકાઉન્ટ X પર ટ્વિટ કરીને જણાવ્યું કે CBSE દ્વારા આપવામાં આવેલી નકલ તેની નથી. તેણે સમજાવ્યું કે તેને કોઈ બીજાની નકલના આધારે ભૌતિકશાસ્ત્રમાં 50 ગુણ મળ્યાં છે, જેના પરિણામે તેની પાસ ટકાવારીમાં ઘટાડો થયો છે.
તેમણે વિનંતી કરી હતી કે CBSE તેની ફિઝિક્સની નકલ તપાસે અને નક્કી કરે કે શું ડિજિટાઇઝેશન દરમિયાન નકલમાં ફેરફાર કરવામાં આવ્યો હતો કે કેમ ?
CBSE એ ભૂલ સ્વીકારી
વિદ્યાર્થીનાં ટ્વીટ બાદ, CBSE એ વેદાંતનો સંપર્ક કર્યો અને તેને મૂળ નકલ પૂરી પાડી. તેના ગુણમાં સુધારો કરવાની ખાતરી આપી. CBSE એ જણાવ્યું છે કે બે કિસ્સાઓમાં આવી ભૂલો મળી આવી છે. વેદાંતની સાથે, બીજા એક વિદ્યાર્થીની ઉત્તરવહીઓમાં આવી જ ભૂલ હતી. આ ભૂલ ટૂંક સમયમાં સુધારી લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને તેમની મૂળ નકલો આપવામાં આવશે.
પોર્ટલની ખામીઓને દૂર કરવા માટે સરકાર IIT અને સ્ટેટ બેંકો (PSBs) નાં નિષ્ણાતોની મદદ લઈ રહી છે. CBSE પુનઃમૂલ્યાંકન પોર્ટલમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવી રહી છે, સરકારે હવે આ ખામીઓને દૂર કરવા માટે IIT અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ (PSBs) ના નિષ્ણાતોને બોલાવ્યાં છે.