+

કમળ અને તીરની આંધીમાં લાલટેનનો દીવો બુઝાયો, મહાગઠબંધનના સુપડાં સાફ

પટનાઃ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં NDAના વાવાઝોડાએ મહાગઠબંધનનાં મૂળ હલાવી દીધાં છે. મતદાન પછીના લગભગ તમામ સર્વેક્ષણોએ NDAની જીતનું અનુમાન લગાવ્યું હતું.

પટનાઃ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા છે. આ પરિણામોમાં NDAના વાવાઝોડાએ મહાગઠબંધનનાં મૂળ હલાવી દીધાં છે. મતદાન પછીના લગભગ તમામ સર્વેક્ષણોએ NDAની જીતનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ જે ટ્રેન્ડ્સ અને પરિણામો આવી રહ્યાં છે, તે અંદાજ કરતાં પણ વધારે છે. પરિણામો પહેલાં, RJD નેતા તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો, જો કે તેમની પાર્ટીની હાલત ખરાબ જ દેખાઈ રહી છે.  

એનડીએને 200થી વધુ બેઠક મળી રહી છે, જયારે મહાગઠબંધનને 30ની આસપાસ બેઠક મળી રહી છે. અન્યને 7 બેઠક મળી રહી છે.

ચૂંટણી પંચની વેબસાઇટના સાંજે 4.40 સુધીના આંકડા મુજબ, ભાજપ 6 સીટ જીતી ચુકયું છે તથા 85 પર આગળ છે. આરજેડી 6 બેઠક પર વિજેતા બની ચુકયું છે તથા 76 પર આગળ છે. આરજેડી પણ જીતનું ખાતુ ખોલાવ્યું છે ને 26 પર આગળ છે. લોક જનશક્તિ (ચિરાગ પાસવાન) 19, કોંગ્રેસ 5, એઆઈએમઆઈએમ 5 પર આગળ છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter