+

IPS અધિકારીની 17 વર્ષીય પુત્રીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ચકચાર

એક ઉચ્ચ અધિકારીની પુત્રીની આત્મહત્યા  પોલીસ કાફલો ઘટના સ્થળે, તપાસ શરૂ કરી  ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના વીઆઈપી વિસ્તાર ચાર ઈમલીમાં રહેતા એક IPS અધિકારીની સગીર પુત્રીએ ગળેફાંસો

એક ઉચ્ચ અધિકારીની પુત્રીની આત્મહત્યા 

પોલીસ કાફલો ઘટના સ્થળે, તપાસ શરૂ કરી 

ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના વીઆઈપી વિસ્તાર ચાર ઈમલીમાં રહેતા એક IPS અધિકારીની સગીર પુત્રીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 17 વર્ષની સગીરા ધો. 11માં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીએ જ્યારે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી, ત્યારે ઘરમાં કોઈ હાજર ન હતું.  

હબીબગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફે જણાવ્યું કે, વિદ્યાર્થિની ચાર ઈમલી સ્થિત સરકારી બંગલામાં પરિવાર સાથે રહેતી હતી. તેણે જે રૂમમાં આત્મહત્યા કરી ત્યાંથી કોઈ સ્યૂસાઈડ નોટ મળી નથી. વિદ્યાર્થિનીના પુસ્તકો અને સામાનની તપાસ કરવામાં આવી છે, પરંતુ ત્યાંથી પણ એવું કંઈ મળ્યું નથી જેનાથી આત્મહત્યાનું કારણ સ્પષ્ટ થઈ શકે 

પોલીસે જણાવ્યું કે ઘટના બાદથી જ પરિવાર આઘાતમાં છે. પોલીસ દરેક પાસાને સ્પષ્ટ કરવા માટે પરિવારના સભ્યો, ઘરના નોકરો અને મૃતકની નજીકના મિત્રોની પૂછપરછ કરી રહી છે.

facebook twitter