ભાવનગરઃ ફરિયાદીએ મેરેજ સર્ટીફીકેટ કઢાવવા માટે હાથબ ગ્રામ પંચાયત ખાતે અરજી કરી હતી. જે મેરેજ સર્ટીફીકેટ કાઢી આપવાના બદલામાં હાથબ ગ્રામ પંચાયતના દિપક વેલજીભાઇ બારૈયા, વિલેજ કોમ્પ્યુટર એન્ટર પ્રેનર (VCE), હાથબ ગ્રામ પંચાયતે સૌ પ્રથમ રૂ.200 ની લાંચની માંગણી કરી હતી.
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. લાંચના છટકામાં આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને તેમની પાસે રૂ. 70 ની લાંચની રકમ ગ્રામ પંચાયતમાં સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારીઃ આર.ડી.સગર, પોલીસ ઈન્સ્પેક્ટર, ઇ.ચા ભાવનગર એ.સી.બી. પો.સ્ટે. તથા પો.સ્ટાફના કર્મચારીઓ
Trending :
સુપરવિઝન અધિકારી : એસ.એન.બારોટ, મદદનીશ નિયામક, ભાવનગર એ.સી.બી. એકમ
ઇન્ચાર્જ અધિકારીઃ જે.ડી.મેવાડા, ઇ.ચા નાયબ નિયામક, એ.સી.બી.રાજકોટ