બલૂચ નેતાએ ભારત અને વિશ્વ પાસે સમર્થન માંગ્યું
પાકિસ્તાની લોભી સેનાના જનરલોને જ રક્તપાત માટે જવાબદાર ઠેરવવા જોઈએ
લાહોરઃ બલૂચિસ્તાને પાકિસ્તાનથી આઝાદ થવાની જાહેરાત કરી છે. બલૂચ નેતા મીર યાર બલૂચે બુધવારે રાજ્યમાં દાયકાઓથી ચાલી રહેલી હિંસા, લોકોનું અપહરણ અને માનવાધિકારના ઉલ્લંઘન સામે પાકિસ્તાનથી સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બલૂચિસ્તાન પાકિસ્તાન નથી. તેમણે ભારત અને વૈશ્વિક સમુદાયને આઝાદી માટે સમર્થન આપવાની માંગ કરી હતી.તેમણે એક્સ પર લખ્યું કે બલૂચિસ્તાનના લોકોએ તેમનો નિર્ણય આપી દીધો છે. હવે દુનિયાએ ચૂપ ન રહેવું જોઈએ.
તેમણે કહ્યું કે બલૂચિસ્તાનના લોકો રસ્તા પર છે. તમે મારશો તો અમે તૂટીશું, અમે નાક બચાવીશું, આવો અમારો સાથ આપો. બલૂચ લોકોનો રાષ્ટ્રીય નિર્ણય છે કે બલૂચિસ્તાન પાકિસ્તાનનો ભાગ નથી અને દુનિયા હવે મૂક પ્રેક્ષક બની શકે નહીં. તેમણે ભારતીય નાગરિકોને બલૂચોને પાકિસ્તાનના લોકો ન કહેવા અપીલ કરી હતી. અમે પાકિસ્તાની નથી. અમે બલૂચિસ્તાની છીએ. પાકિસ્તાનના પોતાના લોકો પંજાબી છે, જેમણે ક્યારેય હવાઈ બોમ્બમારો, હત્યાઓ અને મોટા નરસંહારનો સામનો કર્યો નથી.
બલૂચ નેતા મીર યાર બલૂચે ભારતના પાકિસ્તાનને પીઓકે ખાલી કરવા કહેવાના નિર્ણયનું સમર્થન કર્યું હતું. તેમણે એક્સ પર લખ્યું કે બલૂચિસ્તાન ભારત દ્વારા 14 મે 2025 ના રોજ પાકિસ્તાનને પીઓકે ખાલી કરવા કહેવાના નિર્ણયનું સંપૂર્ણ સમર્થન કરે છે. આંતરરાષ્ટ્રીય સમૂદાયે પાકિસ્તાનને તાત્કાલિક પીઓકે છોડવા માટે આગ્રહ કરવો જોઈએ. ભારત પાકિસ્તાની સેનાને હરાવવા સક્ષમ છે, જો પાકિસ્તાને કોઈ ધ્યાન ન આપ્યું તો ફક્ત પાકિસ્તાની લોભી સેનાના જનરલોને જ રક્તપાત માટે જવાબદાર ઠેરવવા જોઈએ. પાકિસ્તાન પીઓકેના લોકોને માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.