+

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર

ગાંધીનગરઃ પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે, સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત અરવલ્લી જિ

ગાંધીનગરઃ પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે, સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

પૂર્વ IPS મનોજ નિનામાને ભાજપમાં જોડાયા બાદ જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ભાજપમાં તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

વાવ થરાદ જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.  સુરેન્દ્રનગર મહાનગર, અરવલ્લી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની જાહેરાતમાં ઉમેદવારોની યાદી જાહેર કરી છે. મોડાસા, બાયડ, ભિલોડા, ધનસુરા માલપુર, મેઘરજ તાલુકા પંચાયતના ઉમેદવારો પણ જાહેર કરાયા છે.

ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં રિપિટની થિયરી દેખાઈ રહી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં ભાજપે તમામે તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તો અન્ય પાલિકામાં અનેક નામ રિપીટ થયા છે, અને અનેકોના પત્તા કપાયા છે.

Trending :
facebook twitter