+

શામળાજીઃ ટ્રકમાં ટાઇલ્સની આડમાં થતી દારૂની હેરાફેરીનો પોલીસે કર્યો પર્દાફાશ, 180 પેટી દારૂ સહિત રૂ.21 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત- Gujarat Post

અરવલ્લીઃ ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દરરોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. પોલીસથી બચવા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે, હવે શામળાજી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો

અરવલ્લીઃ ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દરરોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. પોલીસથી બચવા બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે, હવે શામળાજી પોલીસે લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે.

અણસોલ ચેક પોસ્ટ પરથી ટ્રકમાં ટાઇલ્સની આડમાંથી વિદેશી દારૂ લઇ જવાતો હતો. આ ટ્રકમાંથી પોલીસે વિદેશી દારૂની 6840 બોટલ ઝડપી હતી. શામળાજી પોલીસે 180 દારૂ પેટી ( કિંમત 11,13,300 ) જપ્ત કર્યો છે. પોલીસે ટ્રક સહિત 21,15,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબીશન અંતર્ગત કાર્યવાહી કરી છે.

બે દિવસ પહેલા નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બુટલેગર અશોક તળપદાના વિદેશી દારૂના સ્ટેન્ડ પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં મહેશ વાટિકા રોડ પર આવેલાં દિનશા નગર પાસે ચાલતાં બુટલેગર અશોક તળપદાના દારૂના સ્ટેન્ડ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે છાપો મારીને વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરના સાગરિત જીતુ મારવાડીને ઝડપી પાડયો હતો.

અહીંથી પોલીસે વિદેશી દારૂની બોટલ નંગ 234 તેમજ 2 મોબાઈલ અને બે વાહન મળીને કુલ રૂપિયા 80,660 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરમિયાન પોલીસને ચકમો આપી બુટલેગર અશોક તળપદાનો ભત્રીજો આશિષ તળપદા ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter