+

અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત

અરવલ્લીઃ ઉત્તરાયણની મજા ઘણી વખત લોકો માટે મોતની સજા બની જતી હોય છે, ખાસ કરીને ચાઇનીઝ દોરીથી અનેક લોકોનાં ગળા કપાયા હોવાની ઘટનાઓ મકરસક્રાંતિના દિવસે સામે આવી છે. બાયડ પાસેના ચોઇલા ગામ

અરવલ્લીઃ ઉત્તરાયણની મજા ઘણી વખત લોકો માટે મોતની સજા બની જતી હોય છે, ખાસ કરીને ચાઇનીઝ દોરીથી અનેક લોકોનાં ગળા કપાયા હોવાની ઘટનાઓ મકરસક્રાંતિના દિવસે સામે આવી છે.

બાયડ પાસેના ચોઇલા ગામમાં ધોરણ 11માં ભણતા તીર્થ પ્રકાશભાઇ પટેલનું પીકઅપ સ્ટેન્ડની બાજુમાં દોરીથી ગળું કપાઇ ગયું હતું, તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો હતો, ટુવ્હીલર લઇને ક્યાંય જઇ રહ્યો હતો ત્યારે પતંગની દોરી ગળામાં વાગતા ગળું કપાઇ જતા તેનું મોત થઇ ગયું હતુ, તેના પરિવાર પર આ ઘટના બાદ આભ તૂટી પડ્યું છે. 

પોલીસે ઘટના સ્થળે જઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે અહીં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા અને પરિવારને આ મામલે જાણ કરવામાં આવી હતી.

facebook twitter