- જામનગરમાં યુવતીએ લગ્નના પવિત્ર બંધન પૂર્વે મતદાન કર્યું
- અમદાવાદમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલે પરિવાર સાથે વોટિંગ કર્યું
- કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સુરતમાં મતદાન કર્યું
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્ની સાથે સુરતમાં મતદાન કર્યું
અમદાવાદ: ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ માટે આજે વહેલી સવારથી મતદાનનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. આ ચૂંટણીને વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ માનવામાં આવી રહી છે, જેના કારણે રાજકીય પંડિતો અને પક્ષોની નજર આ પરિણામો પર ટકેલી છે. રાજકોટમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.
પૂર્વ સીએમ સ્વ.વિજય રૂપાણીના પત્ની અંજલિબેને મતદાન કર્યું હતું. અમદાવાદ પ્લેનક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુઃખદ નિધન બાદ રાજકોટ મહાનગરપાલિકાની આ પ્રથમ ચૂંટણી છે. દર વખતે વિજય રૂપાણી અને અંજલિબેન સાથે મળીને મતદાન કરવા આવતા હતા, પરંતુ આજે અંજલિબેન રૂપાણી એકલા મતદાન કરવા પહોંચ્યાં હતા ત્યારે તેઓ ભાવુક બની ગયા હતા. વિજયભાઈની ખોટ આ સમયે સ્પષ્ટપણે વર્તાતી હતી.
વિકસિત ભારતનો મજબૂત આધાર એટલે તમારો એક મત!
— BJP Gujarat (@BJP4Gujarat) April 26, 2026
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP,એ મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ અદા કરી.
આવો, આપણે સૌ સાથે મળીને લોકશાહીના આ પર્વમાં સહભાગી થઈએ. અવશ્ય મતદાન કરો અને અન્યને પણ પ્રોત્સાહિત કરો. pic.twitter.com/PhDhztzj5t
વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં આકરી ગરમીની આગાહીને ધ્યાનમાં રાખીને મતદારોએ વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. સવારના 7 વાગ્યાથી જ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. રાજ્યની 6 જૂની અને 9 નવી મળી કુલ 15 મહાનગરપાલિકાઓમાં આજે જંગ જામ્યો છે. આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.દ થશે.